Testimonial

શ્રી ગૌતમ પટેલ
રાષ્ટ્રપતિ પુરસ્કાર, પૂર્વ અધ્યાક્ષ સંસ્કૃત સાહિત્ય એકેડેમી, ગુજરાત રાજ્ય

વલસાડની અમૃતવર્ષિણ સંસ્કૃત પાઠશાળા છેલ્લા ૧૧૦ વર્ષથી સતત સંસ્કૃતજ્ઞાનરૂપી અમૃતની વૃષ્ટિ કરી રહી છે. એના સ્થાપક અને સંચાલક સહુને લાખ લાખ અભિનંદન.
ડૉ. નરેશભાઈ ભટ્ટે આ પાઠશાળામાં પ્રાણ પૂર્યા છે અને સંસ્કૃત તથા સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર દેશ વિદેશમાં ગંગાની પવિત્ર ધારાની જેમ પ્રવાહિત કર્યો છે. એ બદલ તેઓ સહુના અભિનંદનના અધિકારી છે.
પ્રભુ આ પાઠશાળા યાવત ચંદ્ર દીવહરો કાર્યરત રહે એવી પ્રાર્થના.

Corinne Gucciardi, France

Dear Sir and Honorable Doctor Naresh Bhatt,
On this day, I come to show you my greatest gratitude for our meeting in 2002 in France at the Ayurvediccenter Tapovan center. You taught me the basics of Sanskrit and the Vedas with endless knowledge. With your generosity and your sense of hospitality, you opened the doors to me in Valsad in 2007 on my first trip to India. I had a great opportunity to visit and study Sanskrit and Veda, in its essence in your center (sanskrit pathshala). I wanted to tell you that your presence and your teaching of Sanskrit and Vedas is the height of a great, you are a generous and rigorous man.
I am honored with all your hard work and passion transmitted with wisdom and love to all of your members, to all of your Indian students and foreign students across the world.
I am more than grateful to you.

મેઘના જોષી

ડો.નરેશભાઈ ભટ્ટના અભિવાદન કાર્યક્રમમાં વલસાડ આવવાનું થયું ત્યારે શ્રી.વિ.વ પાઠશાળા ની મુલાકાત લેવાનું અહોભાગ્ય સાંપડ્યું પાઠશાળાનું ભવન ઐતિહાસિક સમૃદ્ધિ નો પુરાવા સમાન છે લાઈબ્રેરી અલભ્ય પુસ્તકોથી સમૃધ છે સ્વચ્છતા આખે વળગે છે ડો.નરેશભાઈ ના નેજા હેઠળ લાઇબ્રેરીનું સંચાલન ખુબજ સરસ થઇ રહ્યું છે.પાઠશાળા ચિરવર્ધમાન રહે એવી પ્રાર્થના.

Dr. Shruti Trivedi

‘પાઠશાળા’ શબ્દ કાને પડતાં જ વૈદિક ગુરુકુલ પરંપરાનું સ્મરણ થાય અને મારો એ પરંપરા સાથે પારિવારિક નાતો છે કારણ મારા દાદા વેદશાસ્ત્ર સંપન ધર્મધુરંધરથી શિવ પ્રસાદ જોષી પણ રાજપીપડા રાજ્યની પાઠશાળાના પ્રાચાર્ય હતા. મેં M. S. Uni. ની વડોદરા સંસ્કૃત મહાવિદ્યાલય અર્થાત સંસ્કૃત માધ્યમની પાઠશાળામાં જ અધ્યાપિકા તરીકે સેવા આપી છે એટલે ‘વિદ્યામૃત વર્ષિણી પાઠશાળા’ પણ મને મારા જ કુળની લાગે. તે સાથે અહીંનો ગ્રંથાગાર અને તેની વિષયવાર, લેખકવાર ક્રમાંકસહિતની વ્યવસ્થિત ગોઠવણી જોઈ વિશેષ આંનદ થયો અને એ જ પાઠશાળાના કાર્યકર્તાઓની કાર્ય પ્રત્યેની નિષ્ઠા બતાવે છે. ‘સંસ્કૃત સંભાષણ વર્ગ’ ના સંચાલક તરીકે મારી અહીંની પ્રથમ મુલાકાત, પણ દરેક કાર્યકર્તાઓ અને પ્રમુખશ્રી ડૉ. નરેશકાકાનો મારા પ્રત્યેનો માયાળુ વ્યહવાર મને સ્પર્શી ગયો. જાણે બધા જ પરિવારનો !
૧૦૬ વર્ષ જૂની પાઠશાળાની ઉપર આધુનિક રંગરૂપથી સજ્જ થયેલો હોલ જોઈ એના કાર્યકર્તાઓની પારંપરિક સંસકૃતિની સાથે આધુનિક સુવિધાઓથી સજ્જ રહી કાર્યને નવો ઓપ આપવાની, વેગ આપવાની વાત ગમી.
પાઠશાળાના સંચાલક મંડળમાં નવી પેઢી જે રીતે રસ લય રહી છે તે જોઈ આનંદ થયો. પાઠશાળા ઉત્તરોત્તર પ્રગતિ કરી નવા સોપાનો સાર કરે એવી શુભેચ્છા સહ.

Kaushik A. Shah
Director of Libraries, Gandhinagar

શતાબ્દિ વિતાવી ચૂકેલ અને રાષ્ટ્રપિતા મહાત્માગાંધીના પાવન પગલાંથી પવિત્ર બનેલ આ સંસ્થા તથા તેના ભાગરૂપે ચાલતું સાર્વજનિક પુસ્તકાલય અને બાળ પુસ્તકાલયની ગ્રંથ સમૃદ્ધિ તથા તેની વ્યવસ્થા, સેવાઓ અને પુસ્તકાલયના માધ્યમ થકી ચાલતા અનેકવિધ લોકો, પ્રયોગી, બાળકો, પ્રોજેક્ટની માહિતી મેળવી.
ર્ડો. નરેશભાઈ તથા તેમના કુટુંબીજનો સમયના ભાવથી જ આ સેવા વૃક્ષના ફળો વલસાડની પ્રજા, યુવાનો અને બાળકો મેળવી રહ્યા છે.
સંસ્થાની સુંદર વ્યવસ્થા અને સેવાકાર્યો માટે અભિનંદન સહીત ધન્યવાદ.

Dipanjan Chatterjee
Ministry of Culture, Gov. of India

Pleased and happy to visit the library. Hope the library will be flourished in future. The management and staff are very generous and corporate.

Let's get in touch

We will be happy to answer your questions.




Donation Accepted

Our Organization is a Charitable Trust with Providing 80G Receipt.

About us

Shri Vidyamrut Varshini Pathshala is an institution at Valsad district of Gujarat (IN), providing its services in Sanskrit language for past 110 years. – and more!